ભાગવત રહસ્ય-૧૫૧ –સ્કંધ-૭ છઠ્ઠા સ્કંધમાં પુષ્ટિ-અનુગ્રહની કથા આવી.ભગવદ-અનુગ્રહ થયા પછી-જીવ અનુગ્રહનો સદુપયોગ (વાસનાનો નાશ અને (પ્રભુસ્મરણમાં) કરે તો તે પુષ્ટ બને છે-અને દુરુપયોગ કરે તો તે દુષ્ટ બને છે.હવે આવશે-હિરણ્યકશિપુ અને પ્રહલાદ ની કથા.હિરણ્યકશિપુ -એ શક્તિ-સંપત્તિનો ઉપયોગ ભોગ ભોગવવામાં કર્યો-તેથી તે બન્યો દૈત્ય.પ્રહલાદે સમય, શક્તિનો ઉપયોગ પ્રભુભક્તિમાં કર્યો-તેથી તે બન્યો દેવ. આ સાતમા સ્કંધમાં-વાસનાના ત્રણ મુખ્ય પ્રકારનું વર્ણન છે. અસદવાસના—સદવાસના—અને મિશ્રવાસના. સાતમાં સ્કંધની શરૂઆતમાં પરીક્ષિતે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે.રાજા પૂછે છે કે-આપે કહ્યું –કે ઈશ્વર સર્વત્ર છે-અને સમભાવથી વ્યવહાર કરે છે-પણ જગતમાં આવી વિષમતા કેમ દેખાય છે? ઉંદરમાં ઈશ્વર અને બિલાડીમાં યે ઈશ્વર-- તો –બિલાડી ઉંદરને