એક પંડિતજી હતા. તેની પાસે દીકરીના લગ્ન માટે થોડા પૈસા ભેગા થયા કે વિચાર્યું કે લાવ સારા જમીનદાર પાસે થાપણ તરીકે મુકું. તે કાળ માં બેંક ન હતી કે તેમાં પૈસા મુકે. એક દિવસ તેઓ પૈસા લઇ જમીનદાર પાસે પહોચ્યા. તેમને દિવસોના જમા કરેલા પૈસા જમીનદારને આપતા કહ્યું કે “જ્યારે મારી દીકરીના લગ્ન આવશે, ત્યારે આ પૈસા લઈશ.” વિશ્વાસે વહાણ તરે અને વિશ્વાસે વહાણ ડૂબે પણ ખરું. સત્ય પુરુષ પર વિશ્વાસ તરે અને કુટિલ પુરુષ પરનો વિશ્વાસ ડૂબે. જમીનદાર પણ સંમત થયા. વર્ષો વીતી ગયા અને દીકરી લાયક બની. પંડિતજી ફરી જમીનદાર પાસે ગયા અને પોતાના પૈસા માંગ્યા. જમીનદારે કહ્યું, “કયા રૂપિયા?