એક નાના અમથા વાસણમાં ભરીને પાણી ઘરમાં લાવી રહી હતી, એનું વર્ણન પણ સાંભળી જોવાનું મન થાય એવી નાની નમજુકણી સ્ત્રી માથે ઘડો હાથ માં વાસણ.મધુભાઈ ના ખેતર ની પાસે સુંદર બગીચો ફુલોની સુગંધ અને આખા ખેતરમાં ફેલાતી એ સુગંધ. મધુભાઈ નું ખેતર એટલે દાળીયાઓ કામ કરવાની નાં ન પાડે મધુભાઈ ના એક અવાજે ચાર પાંચ દાળીયાઓ ભેગા થયી જાય. આ એમનો ક્રોધ નહીં પરંતુ એમનો પ્રેમ. નામ તો એમનું મધુસૂદન પણ બધાના માનીતા એવા મધુભાઈ એ ખેતર સંભાળે અને તેની નાની નમજુકણી દિકરી એ ખેતર જેટલો બગીચો. અખુટ ધનના ભંડાર પણ તેઓ દિલથી નરમ. તેમને લાલચ, લોભ, મોહ જાળમાં ન