નવીનનું નવીન - 8

  • 778
  • 1
  • 382

નવીનનું નવીન (8)    રમણની રૂમમાં પતરાંની સિલિંગના ભારને ખમતા લોખંડના પાઈપ સાથે ટીંગાતો એક પંખો અને બારણાંની દીવાલે એક ટ્યુબલાઈટ હતી. બારણાં પાસે સ્વીચબોર્ડ હતું  જેમાં પંખા અને લાઈટની સ્વીચ ઉપરાંત એક પ્લગ અને પ્લગની સ્વીચ હતી. એક ખૂણામાં ત્રણેક ફૂટ ઊંચી અને નવ ઇંચ પહોળી દીવાલ હતી.દીવાલ પાછળ ઊંચો ઓટલો ચણીને બનાવેલી એકદમ સાંકડી ચોકડી, એ ચોકડીમાં એક નળ, એ નળ નીચે પ્લાસ્ટીકની ડોલ હજી હમણાં જ નવીનના પેન્ટ અને શર્ટને ઢાંકીને ઊંધી પડી હતી. એક તૂટેલું ટબ રીંસાઈ ગયું હોય એમ છેક ખૂણામાં ગટરના ઢાંકણા પાસે જઈને આડું પડી ગયું હતું. એ ચોકડીવાળી દિવાલમાં ત્રણ બાય બેનો એક કબાટ