પ્રેમ થાય કે કરાય? ભાગ - 40

  • 1k
  • 579

મમ્મી - પપ્પાનીતાબેન રસોડામાં દસ લોકોનાં ટિફિન બનાવી રહ્યાં છે. કેમ કે અગિયારમું ટિફિનવાળો હવે તો ત્રણ-ચાર  દિવસ તેમને ઘરે જ રોકવાનો હતો. માનવી પણ આજે વહેલી ઉઠીને તેની મમ્મીને મદદ કરવા લાગે છે."કેવિન ઉઠ્યો છે?" નીતાબેન તપેલીમાં બટાકા-ડુંગરીનાં શાકનો વઘાર કરતા માનવીને પૂછે છે."ના હજી સૂતો છે.""દવાની અસરનાં કારણે સુઈ રહ્યો છે. એક કામ કર હું રસોડું સંભાળું છું તું જઈને જલ્દીથી ઘરમાં કચરા પોતું કરી બધું વ્યવસ્થિત કરી દે.""પણ કેમ? કચરા પોતું હું બપોરે કરી દઈશ." માનવી આળસ ખાતા તેની મમ્મીને કહે છે."એ આળસુની પીર. કહ્યુંને એટલું કર. કેવિનનાં મમ્મી પપ્પા થોડીવારમાં આવતા જ હશે.ઘરમાં આવું જેમતેમ જોશે