પ્રેમ કે લાગણીમાનવી કેવિન સાથે પોતાના રૂમમાં મોબાઈલ પર ચેટ કરી રહી છે. નીતાબેન ઘરનું બધું કામ પરવારીને પોતાના રૂમમાં જઈને સુવાની તૈયારી કરે છે. તે જેવી આંખો બંધ કરવાની કોશિશ કરે છે ત્યાં જ તેમના મગજમાં માનવીએ કરેલી કેવિનની વાત મગજમાં ચકરાવા લાગે છે. તે વિચારોનાં સમંદરમાં ડૂબવા લાગે છે."હું કેવિનને પ્રેમ નથી કરતી તો પછી માનવીએ જયારે કેવિનનું નામ લીધું તો મારા શરીરમાં કેમ એક લખલખું તીર પસાર થઈ ગયું. કેમ કેવિન નામ સાંભળતા જ મારા હૃદયનાં ધબકારા એકદમ વધી ગયા. કેમ કેવિનની નજીક હું ખેંચાઈ રહી છું? શું મને ખરેખર કેવિન પ્રત્યેય પ્રેમ થઈ ગયો છે?" નીતાબેનનાં