પ્રેમ થાય કે કરાય? ભાગ - 23

  • 1.4k
  • 986

ચડભડનીતાબેન રમીલાબેનનાં જુનવાણી વિચારો સામે આત્મસમર્પણ કરીને બેઠા છે. રમીલાબેન આવ્યા ત્યારથી તેમની જીભ આરામ કરવાનું નામ જ નથી લેતી."આજની છોકરીઓ પર લાલ આંખ ના રાખીએ ને તો તે ઘરની ઈજ્જત લીલામ કરતા વાર ના લગાડે. એટલે તને ચેતવું છું કે મારી નજરમાં એક સારો છોકરો છે. સારુ ઘર અને સારી નોકરી પણ કરે છે. પાછી સાઈડમાં વિદેશ જવાની તૈયારી પણ કરે છે. જો તેનું કામ થઈ ગયું ને તો..." રમીલાબેન પોતાની વાતો પુરી કરે ત્યાં માનવી આવી પહોંચે છે. તે રમીલાફોઇની વાતો સાંભળી જાય છે."મારે હાલ કોઈ લગ્ન નથી કરવા. મારે હજુ ભણવાનું પણ બાકી છે." માનવી રમીલાફોઇની વાતો