નારદ પુરાણ - ભાગ 53

  • 534
  • 190

સનત્કુમાર આગળ બોલ્યા, “ઈષ્ટદેવની આરતી ઉતાર્યા પછી શંખનું જળ ચારે બાજુ છાંટી, હાથ ઊંચો કાતીને ભગવાનનું નામ લેતાં લેતાં નૃત્ય કરવું અને દંડની જેમ પૃથ્વી પર પડી સાષ્ટાંગ પ્રણામ કરવા. તે પછી ઊભા થઈને ઈષ્ટદેવની પ્રાર્થના કરવી અને પછી જમણી બાજુએ વેદી બનાવી તેનો સંસ્કાર કરવો. મૂળ મંત્રથી ઈક્ષણ, અસ્ત્ર (ફટ) દ્વારા પ્રોક્ષણ અને કુશથી તાડન (માર્જન) કરી કવચ દ્વારા ફરીથી વેદીનો અભિષેક કરવો. તે પછી વેદીની પૂજા કરીને તેના ઉપર અગ્નિની સ્થાપના કરવી. પછી અગ્નિને પ્રજ્વલિત કરીને તેમાં ઇષ્ટદેવનું ધ્યાન કરી આહુતિ આપવી. સમસ્ત મહાવ્યાહૃતિઓથી ચાર વાર ઘીની આહુતિ આપીને સાધકે ભાત, તલ અથવા ઘૃતયુક્ત ખીર દ્વારા પચીસ આહુતિ