નવીનનું નવીન - 7

  • 608
  • 338

લોબીમાં આવેલો લીંબો લાલપીળો થઈને તાડુંક્યો,"કોણ આ નીસના પેટનો પોદળો ચેપીને મારા મકાનમાં ઘૂસ્યો સે અતારના પોરમાં..કોના ઘરે ઈ ગુડાણો સે…એ….ઝટ બાર્ય કાઢો ઈને..અને હમણે કવ ઈ આ તમારી મા…"    ધડાધડ બધા ભાડૂતોએ ઘરના દરવાજા ખોલ્યા.. અડોશપડોશમાં પણ લીંબાના પડકારાના પડઘા પડ્યા. જેટલા ઉઠી ગયા હતા એ બધા તરત બહાર નીકળ્યા. લીંબાના ઘર આગળ થોડીવારમાં તો ટોળું થઈ ગયું. ઉપરના માળે લોબીની બંને બાજુ બે બે રૂમો હતી. લોબીના છેડે ઉપર જવાનો દાદર હતો. એ આખી લોબીમાં નવીનના પેન્ટ અને બુટના તળિયે ચોંટી રહેવામાં નિશ્ફળ રહેલો પોદ ક્ષતવિક્ષત થઈને જ્યાં જગ્યા મળી ત્યાં ચોંટેલો હતો.   ભાડૂતોને મકાનમાં વેરાયેલા માલ વિશે કોઈ માહિતી