સિટાડેલ : હની બની

  • 732
  • 1
  • 304

સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિકેની અગાઉની કોઈપણ વેબસિરીઝની જેમ ‘સિટાડેલ : હની બની’ મનોરંજન બાબતે ક્યાંય નિરાશ કરતી નથી. વાર્તામાં બહુ સસ્પેન્સ નથી પણ એના ટ્વીસ્ટ રોમાંચ જગાવે છે. કલાકાર કોઈપણ હોય વેબસિરીઝ એમના નામ પર જ વધુ જોવાય છે. મનોજ વાજપેઇની ‘ધ ફેમિલી મેન’ કે શાહિદ કપૂરની ‘ફર્ઝી’ વેબસિરીઝ જેમણે જોઈ હશે એ એમના દીવાના રહ્યા હશે. એટલે શાહિદની જેમ વરુણ OTT માટે કામ કરવા કેમ તૈયાર થયો હશે એ સમજી શકાશે. આ વખતે એમણે હોલિવૂડની રિચર્ડ- પ્રિયંકા ચોપડાની રૂસો બ્રધર્સ નિર્દેશિત ‘સિટાડેલ’ ની રીમેક નહીં પ્રીકવલ બનાવી છે. તેથી અંગ્રેજી ‘સિટાડેલ’ ને જોવાની જરૂર નથી. આ એક અલગ જ વાર્તા છે. પરંતુ બીજી સીઝન માટે સંભાવના રાખી છે