ભીતરમન - 59

  • 762
  • 1
  • 420

મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખુશ થયો હતો. મેં એ ક્યારેય માર્ક જ કર્યું ન હતું કે મારા વેણની એના પર આટલી અસર થઈ છે. આજે એ જ્યારે બોલ્યો ત્યારે મને ખબર પડી હતી."હા મને બધું જ યાદ છે. મારા માના આશીર્વાદ અને માતાજીની મહેરબાનીના લીધે જ મેં ક્યારેય કોઈનું ખૂન કરવું પડે એવી પરિસ્થિતિમાં હું મુકાયો ન હતો. બાકી આપણા ધંધા એવા જ હોય કે જેમાં મિત્રો કરતા દુશ્મનો ઘણા હોય! મારી પાછળ લોકો ગમે તેટલી વાતો કરી લે અથવા ગમે તેટલા પ્લાન ઘડી લે પણ જેવા મારી સામે આવે, એવા તરત જ મારી