ભીતરમન - 57

  • 764
  • 1
  • 406

પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથી વાતને વધાવી લીધી હતી. પૂજાની આજે વાત સાંભળી મને એના પર ખૂબ જ ગર્વ મહેસુસ થઈ રહ્યો હતો. ખરેખર કોઈ પુત્ર વધુ આટલું એના સસરાને માન આપતી હશે! હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો.મેં તરત જ તેજા સામે નજર કરી હતી. તેજો પણ મારી સામે જોઈને બોલ્યો, "મારી વિચારસરણી કેટલી ખોટી હતી. પૂજા તો ખૂબ સમજદાર છે. હું તો એમ જ સમજતો હતો કે, રવિ અને આદિત્યના હિસાબે જ આ બધું આયોજન થઈ રહ્યું છે. પરંતુ આ આયોજનનો પાયો પૂજા દ્વારા નંખાયેલો હતો. પૂજાની બધી વાત સાંભળીને મને ખૂબ