આટલું બોલતા જ મિરાજ ભાંગી પડ્યો. એના ગળે ડૂમો ભરાઈ ગયો હતો. હું ઊભી થઈને એની પાસે ગઈ. એના ખભા પર હાથ મૂક્યો. એ રડી પડ્યો. આંસુ સાથે વેદના ખાલી થઈ રહી હતી. કેટલાય વખતના પડેલા ઉઝરડા હશે એ. ધીમે ધીમે રુઝાઈ રહ્યા હતા એ. આ બધું થવું જરૂરી હતું. એ ઘણું રડ્યો પણ આજે એણે એની અંદર રહેલી બધી જ ગૂંગળામણ ઠાલવી દીધી. એ ભલે એમ સમજતો હોય કે એ હારી ગયો છે પણ ખરેખર હવે એના જીતવાની શરૂઆત હતી.મીત પોતાના આંસુ લૂછીને સ્વસ્થ થયો. આંખો લાલ થઈ ગઈ હતી.મેં મિરાજને રડવા દીધો. અત્યાર સુધી એ પૂરેપૂરો ખાલી નહોતો