ખુશી અને આનંદી ભૂમિ ને રડતા જોઈ રહ્યા .અચાનક થી ઊભી થઈ ત્યાં થી ચાલ્યી ગઈ ભૂમિ પ્રિન્સીપાલ ના કેબિન ના દરવાજે ઊભી રહી ..“ શૂ હુ અંદર આવી શકું સર “ ભૂમિ બોલી .“ હા આવો “ પ્રિન્સિપાલ બોલ્યા .ભૂમિ એ ત્યાં જઈને જોયું તો પ્રિન્સીપાલ અને અરવિન્દ ભાઈ ની સાથે સાથે ડો. મલ્હોત્રા પણ બેઠા હતા “ સર તમારી પરવાનગી હોઇ તો મારે પ્રિન્સીપાલ સર અને તમારા બધા ની હાજરી માં કઈક વાત કહેવી છે “ ભૂમિ ડો.મલ્હોત્રા તરફ જોતા જોતા બોલી .“ શું વાત કહેવી છે “ પ્રિન્સીપાલ એ પૂછ્યું .“ મારે આ બાબતે કઈક વાત કરવી છે “