કંગુવા

  • 946
  • 350

કંગુવા- રાકેશ ઠક્કર        એમ કહેવાતું હતું કે ‘કંગુવા’ થી બોલિવૂડમાં તમિલ ફિલ્મોનું વર્ચસ્વ વધશે. પરંતુ મૂળ તમિલ ‘સિંઘમ’ કરનાર સૂર્યાની ‘કંગુવા’ એ ટ્રેલરથી બોલિવૂડમાં જે અપેક્ષા જગાવી હતી એ ફિલ્મમાં પૂરી કરી ન હોવાથી સમીક્ષકોએ ખાસ વખાણી નહીં અને દર્શકોએ પણ રસ બતાવ્યો નહીં.દક્ષિણની અન્ય ભાષાઓની સરખામણીમાં તમિલ ફિલ્મો હિન્દીમાં પાછળ રહી છે. રજનીકાંત, કમલ હસન, ધનુષ વગેરેનું વર્ચસ્વ રહ્યું છે પણ પેન ઈન્ડિયા ફિલ્મની વાત થાય ત્યારે તમિલ ફિલ્મ મોટો કમાલ કરી શકી નથી. એ વાતનો એના પરથી અંદાજ આવશે કે 2024 માં પણ હિન્દીમાં સૌથી વધુ કમાણી કરનારી દક્ષિણની ટોપ 10 ફિલ્મોમાં તમિલની એકમાત્ર રજનીકાંતની ‘2.0’ રહી છે. ‘બાહુબલી’ ને પહેલા સ્થાન પરથી દક્ષિણની કોઈ ફિલ્મ હટાવી શકી નથી.‘કંગુવા’ નું બજેટ મોટું હોવાથી એવી