મારા અનુભવો - ભાગ 19

  • 618
  • 218

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…19 . "ભદ્રેશ્વર." બીજા દિવસે સવારે સ્નાન-સંધ્યા વગેરે થયું અને પેલા મહાત્મા આવી ગયા. તેઓ વારંવાર ડમરુ વગાડતા હતા, જેથી સૌ કોઈને તેમના આગમનની ખબર પડી જાય. મને કહે કે, ચાલો જમી લઈએ.' તેમની વિધવા શિષ્યાને ત્યાં જમીને અમે બન્ને દશ વાગ્યે એકસાથે ભદ્રેશ્વર જવા ચાલી નીકળ્યા.ફરી પાછો એ જ જી.ટી રોડ પકડ્યો. પેલા ડમરુવાળા સાધુ માર્ગમાં આવતી દુકાનો, ઘરો તથા ચાલીઓમાં પૈસો-પૈસો ઉઘરાવે. ડમરુ વગાડે, જોરજોરથી કોઈ વાર બંગાળીમાં કોઈ વાર હિન્દીમાં કાંઈક બોલે અને પૈસા લઈને ચાલે. તેમની આ પ્રક્રિયા પૂરી