મારા અનુભવો - ભાગ 18

  • 548
  • 182

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 18શિર્ષક:- ફરી ફોલ્લા પડ્યાંલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…18 . "ફરી ફોલ્લા પડ્યા." પ્રત્યેક કદમ જ્યાં મુસીબતોનાં કઠણ ચડાણ ઉપર જ મૂકવાનું હોય ત્યાં સુખ-શાન્તિનો દમ કેવી રીતે લેવાય ?ચાલતાં ચાલતાં ફરી પાછા મારા પગમાં ફોલ્લા ઊપસી આવ્યા હતા. ઉઘાડા પગ, જી.ટી. રોડ અને ધૂનમાં ને ધૂનમાં આંખો નીચી રાખીને હું ચાલ ચાલ કરું. પરિણામ આવીને ઊભું રહ્યું. બન્ને પગમાં એક જ જગ્યાએ ફરી પાછા ત્રણ અને બે ફોલ્લા ઊપસી આવ્યા. દિવસ આથમવાને દોઢ-બે કલાકની વાર હતી. હવે ચલાતું ન હતું. એક એક ડગલું સિસકારા બોલાવી જતું હતું. શું