જે ભગવાનના થયા.

  ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રકૃતિ અને પ્રભુતાનો મેલ અને આપણા અંદરના અહંકારને ત્યાગી ભક્તિથી ભરાયેલા અંતર સાથે પ્રભુમાં લીન થવું. ભગવાન શ્રીકૃષ્ણે ગોકુલવાસીઓને ઈન્દ્રદેવના પ્રચંડ વાવાઝોડા અને વરસાદના પ્રકોપથી બચાવવાનો નિશ્ચય કર્યો. આ માટે તેમણે ગોવર્ધન પર્વત ઊંચકવાનું વિચાર્યું, પણ તે પર્વત કઈ આંગળી પર ઊંચકવું, તેનો નિર્ણય લેવાનું તેમણે નક્કી કર્યું. પ્રથમ, તેમણે અંગૂઠા તરફ જોયું. અંગૂઠા એ અભિમાનથી બોલ્યું, “હે પ્રભુ! હું પુરુષ સ્વરૂપ છું, બાકીની આંગળીઓ તો નારી સ્વરૂપ છે, તેથી પર્વત મારે પર જ હોવો જોઈએ.” આપ પછી શ્રીકૃષ્ણની નજર તર્જની પર પડી. તર્જની એ બોલી, “હે ભગવાન! હું નિશાન અને