લવ યુ યાર - ભાગ 68

  • 1.5k
  • 2
  • 949

અલ્પાબેન, કમલેશભાઈ તેમજ મિતાંશની ખુશી આજે ચરમસીમાએ પહોંચી ગઈ હતી તેમણે ખૂબજ પ્રેમથી સાંવરીને અને પોતાના ઘરમાં પધારેલ નવા મહેમાનને પોતાના લાડકવાયા પૌત્રને આવકાર્યા અને ફૂલોની ચાદર ઉપર પગ મૂકી મૂકીને સાંવરી પોતાના આલિશાન બંગલામાં પ્રવેશી રહી હતી... ધીમું ધીમું મ્યુઝિક વાગી રહ્યું હતું વાતાવરણ એકદમ મધમધતુ હતું અને ખુશીના માર્યા બગીચામાં રહેલા ફૂલ છોડ તેમજ પક્ષીઓ પણ જાણે સાંવરીના અને નાના બાળકની આવવાની ખુશીમાં મીઠો કલરવ કરીને મીઠું ગીત ગાઈને આવકાર આપી રહ્યા હતા.સાંવરીએ લાલ મરુન કલરની સિલ્કની સાડી પહેરી હતી અને પોતાના નાનકડા બચ્ચાને પણ મરુન કલરનું લિનનનું ઝભલું પહેરાવ્યું હતું અને મિતાંશને પણ તેણે મરુન કલરનું