ભીતરમન - 53

  • 950
  • 1
  • 512

મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય દાદુ! તમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા. આમ તો તમે આખો દિવસ તમારા રૂમમાં જ બેઠા રહો છો, પણ આજે પ્લીઝ તમે એવું કરતા નહીં! તમે બહાર જજો અને મંદિરે દર્શન કરજો. ખૂબ બધી જગ્યાએ ફરજો અને મારા માટે ખૂબ બધી ચોકલેટ લાવજો. કારણ કે, આજે તમારો જન્મદિવસ છે ને!  અને હા બીજી એક વાત તમને ખાસ કહું, આપણી સામે જે પેલી હવેલી બની રહી છે ને એ હવેલીમાં આજે તમારા માટે ખૂબ મોટી બધી સરપ્રાઈઝ છે, બધાએ મને તમને એ વાત કહેવાની ના પાડી છે પણ તમે તો મારા દાદુ