દીપાવલી

  • 742
  • 204

    दीपावल्याः सहस्रदीपाः भवतः जीवनं सुखेन, ...   ભારતવર્ષના તમામ ઉત્સવોમાં દીપાવલીનું સામાજિક અને ધાર્મિક બંને રીતે ખૂબ જ વિશેષ મહત્વ છે. દીપાવલીને 'દીપોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે પ્રકાશનો ઉત્સવ. ઉપનિષદોમાં કહ્યું છે, “તમસો મા જ્યોતિર્ગમય” એટલે કે “અંધકારમાંથી પ્રકાશ તરફ જાવ.” આ પાવન અવસર સિક્‍ખ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો પણ ઉજવે છે. જૈન ધર્મમાં આ દિવસ ભગવાન મહાવીરના મોક્ષ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જ્યારે સિક્‍ખ સમુદાય માટે આ ‘બંધી છોડ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે અયોધ્યાના રાજા શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ પછી ઘરે પરત ફર્યા હતા.