જવાબદારી વિશાળ સરોવરની અંદર અનેક નાના મોટા ટાપુઓ આવેલા હતા. જ્યાં આ સરોવરની હદ આવી હતી ત્યાંથી ઉત્તર તરફ દૂર સુધી ગાઢ જંગલ ફેલાયેલું હતું. છીંછરા અને મીઠા પાણીના આ જળાશયની પૂર્વ દિશામાં નીચે તરફ ઊંડી અને પહોળી નદી વહીને જંગલ વચ્ચેથી દૂર જઈ રહી હતી. જંગલની પેલે પાર ઉત્તરમાં ઊંચા ઊંચા પહાડો દેખાઈ રહ્યાં હતાં. પહાડોની પરે શું હશે તે જાણવા માટે તો ત્યાં સુધી જવું પડે એમ હતું..! જ્યાંથી નદીની શરૂઆત થઈ રહી હતી ત્યાં કાંઠા પાસે પાણીના વ્હેણના લીધે એક મેદાન જેવું બની ગયું હતું. આમ