નફરત ની આગ

  • 898
  • 1
  • 266

  નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈએ પ્રેમની રેલ.   આ ખૂબ જૂની કથા છે. એક વખત એક ગુરુએ પોતાના શિષ્યોને પાઠ ભણાવવા માટે એક ખાસ રીત શોધી. એક દિવસ ગુરુએ પોતાના દરેક શિષ્યોને કહ્યુ કે, “કાલે પ્રવચન માટે આવતાં વખતે દરેક વ્યક્તિ તેમના દુશ્મનોના નામ લખેલા મોટા-મોટા બટાટાં એક થેલીમાં લઈને આવે.” શિષ્યોને નવાઈ લાગી, પણ ગુરુના આદેશનું પાલન કરવાનું નક્કી કર્યું. ગુરુએ ઉમેર્યું કે, “તમને જે લોકોને ચીડ આવે છે, તમને જેઓ પર દયા નથી આવતી, એ દરેક વ્યક્તિ માટે એક બટાટું લાવવું. જે કોઈ પણ વ્યક્તિ તમને નાપસંદ હોય, તે નામ