નારદ પુરાણ - ભાગ 50

  • 340
  • 92

સનત્કુમાર બોલ્યા, “આમ ઇષ્ટદેવને ત્રણવાર અર્ઘ્ય આપીને સૂર્યમંડળમાં રહેલા તે ઇષ્ટદેવનું ધ્યાન કરવું. તે પછી પોતપોતાના કલ્પમાં બતાવ્યા પ્રમાણે ગાયત્રીનો એકસો આઠ વાર અથવા અઠ્ઠાવીસ વાર જપ કરવો અને ગાયત્રીનું ધ્યાન કરવું.         ત્યારબાદ વિધિ જાણનાર પુરુષે દેવતાઓ, ઋષીઓ તથા પોતાના પિતૃઓનું તર્પણ કરીને કલ્પમાં કહેલી રીતે પોતાના ઇષ્ટદેવનું પણ તર્પણ કરવું. તદનન્તર ચાલતી આવેલી ગુરુપરંપરાનું તર્પણ કરી અંગો, આયુધો અને આવરણો સહિત વિનતાના પુત્ર ગરુડનું તર્પણ કરવું. તે પછી નારદ, પર્વત, જિષ્ણુ, નિશઠ, ઉદ્ધવ, દારૂક, વિશ્વકસેન તથા શૈલેયનું વૈષ્ણવ પુરુષે તર્પણ કરવું.         હે વિપેન્દ્ર, આ પ્રમાણે તર્પણ કરીને, વિવસ્વાન સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી પૂજાઘરમાં આવવું અને હાથપગ ધોઈ