પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

  • 1.2k
  • 808

સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવવાનું છે? લાવવાનું હોય તો હું લેતી આવું." માનવી ચહેરા પર દુપટ્ટો બાંધી રસોડામાં ટિફિન માટે રસોઈ બનાવી રહેલી તેની મમ્મીને જણાવે છે."કંઈ નથી લાવવાનું પણ તું ફાલતુ ખર્ચો ના કરતી!" નીતાબેન શાકનો વઘાર કરતા કરતા બોલે છે."અરે નહિ કરું." માનવી ખભે પર્સ ભરાવીને ઘરની બહાર નીકળી જાય છે.                 *              *              *નીતાબેન અગિયાર ટીફીન સોમાકાકાને આપીને થોડીકવાર થાક ખાવા માંડ સોફા પર હજુ બેસે છે જ ત્યાં જ ઘરનો ડોરબેલ વાગે છે. નીતાબેન ઉભા થઈને ઘરનો દરવાજો ખોલે તો સામે તેમના નણંદ રમીલાબેન