પ્રેમ થાય કે કરાય? ભાગ - 11

  • 1.3k
  • 1
  • 996

સપનુંસાંજનાં ટીફીન માટે મમ્મી શાકમાર્કેટમાં શાક લેવા ગઈ છે. બપોરનાં અગિયાર ટિફિન મમ્મીએ આજે વહેલા તૈયાર કરી દીધા છે. બસ હું સોમાકાકાની સાયકલની ઘંટડીના અવાજની રાહ જોઈને બેઠી છું.ત્યાં સોમાકાકાનાં સાયકલની ઘંટડી તો મને નથી સંભળાતી પણ ઘરનાં ડોરબેલનો અવાજ કાને સંભળાય છે. હું સોફા પરથી ઉભી થઈને દરવાજો ખોલ્યો તો...આંખો પર કાળા ચશ્માં, ગ્રીન અડધી બોયની ટી શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટમાં રણબીર કપૂર જેવો લાગી રહેલો કેવિન ઉભો છે. એને જોઈને તો મારી આંખના મોતિયા જ મરી ગયાં. હું તો દરવાજામાં ઉભી રહીને એને ટગર ટગર જોઈ રહી."અમારે ત્યાં મહેમાન આવે ને તો એને મીઠો આવકારો આપી. ચા