ભીતરમન - 50

  • 1k
  • 1
  • 578

નર્સ હજુ ત્યાં જ ઉભી હતી; એણે તરત જ મારી સામે નજર કરી કહ્યું, "તમે ખૂબ નસીબદાર છો કે તમને આટલી સમજદાર પત્ની મળી છે. જોઓ એણે દુનિયાની બધી જ ફરજ સાઈડમાં મુકીને પહેલા માતૃત્વની ફરજ નિભાવી છે!""એ મારા સાસુ હતા, પણ મને એની દીકરી સમાન જ એણે મને પ્રેમથી સ્વીકારી હતી. મને એક માને ગુમાવ્યાની જે લાગણી હોય એવી જ લાગણી એમના માટે થઈ રહી છે. એમની જ વાત મને બરાબર યાદ છે, માતૃત્વ ધર્મ હંમેશા જીવંત રાખવો કારણ કે, એ જ બધાં સંબંધને સાચવી રાખે છે!" આંખમાં સહેજ ભીનાશ અને ગળગળા સ્વરે તુલસીએ નર્સ ને જવાબ આપ્યો હતો.