પ્રેમ સમાધિ - પ્રકરણ-119

(16)
  • 1.3k
  • 1
  • 862

પ્રેમ સમાધિ પ્રકરણ-119 વિજયની ગાડી બંગલાની સાવ નજીક આવી ગઇ વિજયે શંકરનાથને કહ્યું “ભૂદેવ આપણું ઘર આવી ગયું... છોકરાઓ કાગડોળે રાહ જોતાં હશે. આપણે સરપ્રાઇઝ આપવાની છે કલરવ તો તમને જોઇને....” ત્યાં શંકરનાથે વિજયનો હાથપકડી લીધો બોલ્યાં" વિજય હવે કશું ના બોલીશ... કેટલાય પીડાદાયક વિરહ પછી બાપ દિકરાનું મિલન થવાનું છે... અરે કુદરતને પણ ઇર્ષ્યા આવી જાય એવી ઘડી સર્જાઇ છે કંઇ ના બોલીશ કુદરતી જે થવાનું હશે તે થશે. બસ એજ થવા દે... “ વિજયની કાર ગેટ પાસે ઉભી રહી હોર્ન માર્યો થોડો અંધકાર છવાયેલો.... દરવાને મોટાં લોખંડનાં દરવાજામાંથી નાનકડી બારી ખોલી બૂમ પાડી પૂછ્યું “કોણ છો ?” અને વિજયે સત્તાવાહક અવાજે