ડાયરી સીઝન - 3 - લાઇફ ઇઝ અ ફેસ્ટિવલ

  • 518
  • 158

શીર્ષક : લાઈફ ઇઝ અ ફેસ્ટીવલ   ©લેખક : કમલેશ જોષીઅમારો એક મિત્ર ભારે ઉત્સાહી. જીવનના ચાર દાયકા વટાવ્યા પછી પણ એ વીસ વર્ષના જુવાનીયાની જેમ હંમેશા તરોતાજા અને થનગનતો જોવા મળે. દરેક ફેસ્ટીવલની ઉજવણી એ એટલી બધી શાનદાર અને જાનદાર રીતે કરે કે ધીરે ધીરે તો અમને એની હાજરી પણ ફેસ્ટીવલ જેવી લાગવા માંડી. નવરાત્રી આવે તો બે-ચાર ટ્રેડીશનલ ડ્રેસ ખરીદવાથી શરુ કરી ગરબાની નવી સ્ટાઈલ શીખવા માટે મહિનો પંદર દિવસ ગરબા કલાસીસમાં પણ જઈ આવે. દિવાળીના દિવસોમાં દરરોજ નવી રંગોળી કરવા એ રાત્રીના એક-દોઢ વાગ્યા સુધી જાગે. હનુમાન જયંતિના દિવસે બુંદી, ગાંઠીયા અને બટાટાનું શાક ખાવા એ કાયમ એની