મારા અનુભવો - ભાગ 17

  • 774
  • 324

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 17શિર્ષક:- આભાર ઠાકુરલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…17 . "આમાર ઠાકુર." મને થયું કે હવે કલક્તા છોડી દેવું જોઈએ. કોઈને કાંઈ પણ કહ્યા વિના જ એક દિવસ વહેલી સવારે હું જીટી રોડ ઉપર ચાલી નીકળ્યો. કલકત્તા પાર કરતાં જ મને ત્રણ કલાક લાગ્યા. પછી શરૂ થયાં તેનાં પરાં હું પગપાળો જ ધૂનમાં ને ધૂનમાં ચાલતો હતો. માર્ગની બન્ને તરફ મકાનો જ મકાનો કોઈ ખાલી જગ્યા જ ન દેખાય ચાલ ચાલ કરતો જ રહ્યો. સવારથી કાંઈ જ ખાધું ન હતું અને આવી રીતે ચાલ ચાલ કરનારને ઊભા રાખીને કોણ જમવાની