મારા અનુભવો - ભાગ 16

  • 798
  • 338

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 16શિર્ષક:- હવે આત્મહત્યા નહીં કરુંલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ભારતનું બેસ્ટ સેલર પુસ્તક.મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…16 . "હવે આત્મહત્યા નહિ કરું." જન્મવું એ મોટે ભાગે એક સુખદ ઘટના ગણાય છે, પણ મરવું એ દુઃખદ ઘટના ગણાય છે. ‘મોટા ભાગે’ શબ્દ એટલા માટે છે કે કેટલાકનું જન્મવું સુખદ નથી હોતું – તેમના પોતાના માટે, તથા કોઈ વાર બીજાના માટે પણ. એક પાંચ વર્ષની બાળા બળાત્કારનો ભોગ બનીને પ્રાણ ગુમાવે તેના જન્મને સુખદ કેમ કહેવાય ? કદાચ તે ના જન્મી હોત તો જ વધુ સારું હતું. આવી જ રીતે કેટલાંકનાં મૃત્યુ પણ કોઈ વાર