હનુમાનજી દાદા

  • 638
  • 226

જે ભક્તરક્ષક કાજ જગમાં પ્રેમથી જાગ્રત રહે,જે જ્ઞાનભક્તિયોગ બક્ષે તેમ ધર્મકથા કહે,જે રિદ્ધિ-સિદ્ધિ અર્પનારા સર્વ સંકટને હરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.જે વાયુપુત્ર પ્રબલ છતાંયે વાયુથી ગતિ જેમની,જે રામભક્ત છતાંયે ભક્તિ શીઘ્ર ફળતી જેમની,જે વજ્રદેહી સ્વર્ણસુંદર દુષ્ટને દમતાં ખરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.જે બ્રહ્મચારી પૂર્ણજ્ઞાની ગુણતણાં ભંડાર છે,જે શાંતિસાગર પ્રેમભીના દુષ્ટનાં અંગાર છે,કલ્યાણ કાજે વિશ્વના જે આદિથી સાધન કરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.જે રામના ચરણાનુરાગી રામમાં રમનાર છે,જે રામસીતા કૃપાપાત્ર કૃપાતણાં કરનાર છે,જે રામમાં રાખી રહેલા પ્રાણ આશ બધી પૂરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.સુગ્રીવને મૈત્રી કરાવી રામ સાથે જેમણે,રાજા કર્યા ને રામનાં કાર્યો