"અરે નહીં દોસ્તીમાં નો સોરી....નો થેન્ક્યુ...!" આટલું કહેતા ઈબતિહાજ હર્ષિતને ભેટી પડ્યો. સુશ્રુત, લિઝા ,જૉની અને અબ્દુલ્લાહી તેઓના વ્યવહારથી ખુશ થઈ તાલીઓ પાડવા લાગ્યા. પછી બધા હસી પડ્યા.આમ જ વિચાર કરતા કરતા તેઓની બોટ તાંજાનિયાના દાર એસ સલામ પહોંચી ગઈ. એક પછી એક કરીને છ એ જણા બોટમાંથી નીચે ઉતર્યા. દાર એસ સલામથી તેઓને દરિયાઈ માર્ગે માડાગાસ્કર જવાનું હતું. પરંતુ સ્ટીમરનું ભાડું ભરી શકાય તેટલા પૂરતા નાણા તેમની પાસે ન હતા. નીચે ઉતરીને આજુબાજુ નજર ફેરવતા દેખાઈ રહ્યું હતું કે અહીંનો વિસ્તાર થોડો ઘણો વિકસિત થયો હતો. અહીંનો સુંદર કુદરતી નજારો જોતા જોતા છએ કિનારા પર ગોઠવેલ એક બેન્ચ પર