" હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જાતિ પર હુમલો કરતા નથી, પરંતુ તેઓ એકાંત પ્રિય છે. તે કોઈની દખલગીરી બિલકુલ પસંદ કરતા નથી. તેઓ જો આરામ કરતા હોય ને તેમને છંછેડવામાં આવે તો તેઓ ખૂબ જ આક્રમક બની જાય છે. આથી બને ત્યાં સુધી આપણે આવવા વાંદરાઓથી દૂર જ રહીએ તો તે આપણા હિતમાં છે." જોની સામે જોઈ અબ્દુલ્લાહીજીએ કહ્યું." એ બધું તો ઠીક છે પણ આપણે ક્યાં સુધી આમ અંધારાંમાં જંગલમાં મુસાફરી કરશું..? કંઈ જમવાની વ્યવસ્થા થાય એવી છે કે નહીં..? મારાં પેટમાં તો ઉંદર... બિલાડાં.. કૂતરાં.. બધા દોડાદોડ કરી તોફાન મચાવી રહ્યાં