ખજાનો - 85

  • 920
  • 1
  • 576

પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંબંધને સમજાવતા સમજાવતા અબ્દુલ્લાહીજી તેને આશ્વાસન આપી રહ્યા હતા." અબ્દુલ્લાહીજીની વાત તો બરાબર છે પણ આ વિચિત્ર અવાજ ક્યાંથી આવ્યો ?"ડ્રાઇવર સામે હાથબત્તીથી પ્રકાશ આપતા હર્ષિતે પૂછ્યું."આ અવાજ મેલ રેડ કોલંબસ મંકીનો છે.""પણ મામુ...! મંકીનો અવાજ સાંભળીને ચિમ્પાન્જી એ દિશામાં કેમ ભાગ્યો..?" ઈબતિહાજે પૂછ્યું."ચિમ્પાન્જીને જોઈને રેડ કોલંબસ તેની પ્રજાતિને સાવચેત કરે છે કેમકે ચિમ્પાન્જી રેડ કોલંબસનો શિકાર કરવા માટે પ્રખ્યાત છે. રેડ કોલંબસ પોતાના વિશિષ્ટ અવાજથી સમગ્ર રેડ કોલંબસ પ્રજાતિને ચિમ્પાન્જીનાં આક્રમક હુમલા પહેલાં એલર્ટ કરે છે." અબ્દુલ્લાહીજીએ કહ્યું."ઓહ..રિયલી..?" નવાઈ સાથે સુશ્રુતે કહ્યું." અબ્દુલ્લાહીજી..! તમને એ ખબર છે કે