તારી પીડાનો હું અનુભવી - ભાગ 18

  • 886
  • 352

પરમના મેસેજ હતા. એણે બધાના ફોટા મોકલ્યા હતા, જે જોવામાં મને કોઈ જ રસ નહોતો. થાક, કંટાળો, હતાશા અને માથાના દુખાવાથી ત્રસ્ત મેં મોબાઈલને પોતાનાથી દૂર હડસેલ્યો. જેની હું રાહ જોઉ છું એના જ મેસેજ નથી આવતા.એટલામાં મમ્મી રૂમમાં આવી.‘જોવા જ આવી હતી કે તું સૂઈ ગયો કે નહીં. તને માથું દુખે છે ને તો સૂઈ જા શાંતિથી.’ આટલું કહીને ચાદર ઓઢાડીને મમ્મી જતી રહી.ફરીથી મોબાઈલમાં મેસેજ આવવાના સ્ટાર્ટ થયા પણ મેં ના જોયા.પોણા કલાક પછી આંખ ખૂલી ત્યારે મોબાઈલ હાથમાં લીધો. મેસેજ વાંચ્યા.‘હાય, સોરી.’‘આઈ એમ નોટ એબલ ટૂ ગિવ રિપ્લાય ઓફ સો મેની મેસેજીસ એટ ધીસ ટાઈમ. આઈ એમ