નવીનનું નવીન - 2

  • 898
  • 1
  • 447

બીજે દિવસે સવારથી હંસા મોં ફુલાવીને ફરતી હતી.મૂંગી મૂંગી ઘરનું કામ તો કરતી હતી પણ સાસુ સાથે વાત કરતાં ડરતી હતી."વહુ બેટા, તમારે સુરત જાવું હોય તો અમારી કંઈ ના નથી. મેં નવીનના બાપાને કીધું છે અને ઈમણે હા પાડી છે. પણ ત્યાં જઈને કંઈક કામધંધો તો કરવો પડશે ને? રૂમ પણ રાખવી પડે ને? કંઈ મામાનું ઘર થોડું છે તે તરત હાલતું થવાય? આમ સવારની મોઢું ચડાવીને ફરે છે તે!"સાસુમાની વાત સાંભળીને હંસાના હૈયામાં,અંધારા ઓરડામાં દીવો સળગાવતા ફેલાય એવો પ્રકાશ ફેલાયો! એસીડીટીના દર્દીને ઠંડા દૂધથી પેટમાં ટાઢો શેરડો પડે એમ ટાઢાશ ફરી વળી."હું શું કવ છું બા? ઈતો નવીન