અમે તુલસીને લઈને હોસ્પિટલ પહોંચી ગયા હતા. દીપ્તિ ખૂબ જ નાની હોય આથી બંને બાળકોને પડોશમાં મૂકીને અમે આવ્યા હતા. તુલસી ખૂબ જ ચિંતા કરતી હતી. એની ચિંતા ને દૂર કરવા માએ એને હિંમત આપતા માતાજીને પ્રાર્થના કરવાનું કહ્યું હતું. તુલસીને જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા ત્યારે હું એની પાસે ઉભો હતો. મેં એની હિંમત વધારતા મારા હાથમાં એનો હાથ લઈ એને કહ્યું," સિંહની જોડે સિંહણ જ શોભે સસલી નહીં! આથી આવી ઢીલી વાતો વિચારજે નહીં. હિંમત રાખ અને માએ કહ્યું એમ માતાજીનું સ્મરણ કર.""મારી વાત સાંભળી સહેજ હસતા ચહેરે એણે મારા હાથની પકડ મજબૂત કરી મારી વાતને સ્વીકારી