નવીનનું નવીન - 1

  • 552
  • 2
  • 148

પ્રકરણ (1)નવીનને તો એમ જ હતું કે હું બુદ્ધિનું આખું બટકું જ છું.વાને સાવ કાળો તો ન કહેવાય પણ સહેજ શ્યામ ખરો.વળી ખરબચડા સપાટ ચહેરામાં જાડા નેણ નીચે પહોળાઈમાં વધુ અને લંબાઈમાં ઓછી આંખો વડે એ દુનિયા જોતો રહેતો.પહોળા અને ચપટા નાકને સવાર બપોર ને સાંજ ખેંચીને લાબું કરવાની મિથ્યા કોશિશમાં એનો જમણો હાથ ઘણું કરીને રોકાયેલો રહેતો.ડાબા હાથને બીજી ઘણી કામગીરી સોંપેલી હોવાથી નાકની આસપાસ આવવાની ડાબા હાથને નવીને મનાઈ પણ ફરમાવી હતી.   નાકની તરત નીચે ઉપરના હોઠની ફળદ્રુપ જમીનમાં નવીને નસકોરાના થડમાં જ મૂછનું વાવે