ભીતરમન - 47

  • 1k
  • 1
  • 614

તુલસીએ કહ્યું, "માએ બેબીનું નામ દીપ્તિ રાખવાનું નક્કી કર્યું છે. અને માએ મને હરખમાં એમનો સોનાનો ચેન ભેટરૂપે આપ્યો છે. મા આ બેબીને જોઈને ખૂબ જ ખુશ હતા.""હા મા ખુબ ખુશ છે. એમણે પેલી નર્સને પણ સોનાની વીંટી ભેટરૂપે આપી છે. આખી હોસ્પિટલને પેંડા આપવાની એમની ઈચ્છા મારી પાસે રજૂ કરી છે. આટલી ખુશ તો માં આદિત્યના જન્મ વખતે પણ નહોતી!"હું આદિત્યને લઈને બહાર નીકળ્યો હતો. મેં માવા ના પેંડા આખી હોસ્પિટલમાં બધાને હરખથી ખવડાવ્યા હતા. હોસ્પિટલ ના સ્ટાફના દરેક વ્યક્તિના મોઢે એક જ વાત હતી, આ પહેલી બેબી એવી હશે કે, જેના હરખના પેંડા આખી હોસ્પિટલમાં ખવડાવાય રહ્યાં છે,