પ્રેમ થાય કે કરાય? ભાગ - 10

  • 1.3k
  • 1k

જાદુ" શું ભાઈ ટિફિનની વ્યવસ્થા કરી કે નહિ? " કૌશલ મોબાઈલ ચાર્જિંગમાં ભરાવતા કેવીનને સવાલ પૂછે છે." અરે હા હું તો ભૂલી જ ગયો. બપોરે એડ્રેસ લીધું હતું. તેં પછી શું થયું? " નિશાંત ગરમીથી બચવાં પંખાનું રેગ્યુલટર ફુલ કરતા પૂછે છે." શું થાય! તેઓ મારું અગિયારમું ટીફીન બનાવવા માટે માની ગયાં." કેવિન મોબાઈલમાંથી નજર હટાવી નિશાંત સામે જોવે છે."હોય જ નહિ ને. તેં બિલકુલ ના માને. તારા પહેલા કેટલા લોકો ટીફીન બંધાવા ગયેલા પણ તેઓએ કોઈને હા પાડેલી નહી ને. તને પહેલી મુલાકાતમાં હા પાડી દીધી. ગપ્પા.." વિશાલ કેવિનની વાત માનવા તૈયાર થતો નથી."અરે જે ટિફિન બંધાવા નહતા જતા.