ભીતરમન - 46

  • 1.3k
  • 1
  • 728

હું ડોરબેલ વગાડવા જાવ ત્યાં જ મા ફળિયામાં તુલસી ક્યારે દીવો કરવા બહાર આવી રહી હતી. મને જોઈને એ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી! એની આંખમાં હરખના આંસુ છલકાઈ ગયા હતા. એમણે મને ત્યાં જ રોક્યો, અને ચપટી ધૂળ લઈ મારી નજર ઉતારી મારા ઓવરણા લીધા હતા. હું ગમે તેટલો મોટો થઈ ગયો, પણ મા માટે તો હું હજુ એ જ નાનો બાળક હતો. માએ આદિત્યને બૂમ પાડી અને બોલી, "બેટા આદિત્ય જો તારા પપ્પા આવી ગયા!"આદિત્યની સાથે તુલસી પણ ફટાફટ બહાર દોડી આવી હતી. બંનેના ચહેરા પરની ખુશી કંઈક અલગ જ હતી. જે મારા ભીતરમનને ખૂબ જ આનંદ