નારદ પુરાણ - ભાગ 44

તૃતીય પાદ           શૌનક બોલ્યા, “હે સાધુ સૂત, આપ સર્વ શાસ્ત્રોના પંડિત છો. હે વિદ્વન, આપે અમને શ્રીકૃષ્ણ કથારૂપી અમૃતનું પાન કરાવ્યું છે. ભગવાન પ્રેમી ભક્ત દેવર્ષિ નારદે સનંદનના મુખેથી મોક્ષધર્મોનું વર્ણન સાંભળીને તે પછી શું પૂછ્યું?”         સૂત બોલ્યા, “હે ભૃગુશ્રેષ્ઠ, સનંદને પ્રતિપાદિત કરેલા સનાતન મોક્ષધર્મોનું વર્ણન સાંભળીને નારદે ફરીથી તે મુનિઓને પૂછ્યું.         નારદ બોલ્યા, “હે મુનીશ્વરો, કયા મંત્રોથી ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. શ્રી વિષ્ણુનાં ચરણોનું શરણ લેનારા ભક્તજનોએ કયા દેવતાઓની પૂજા કરવી જોઈએ. હે વિપ્રવરો, ભાગવતતંત્રનું તથા ગુરુ અને શિષ્યના સંબંધને સ્થાપિત કરી તેમને પોતપોતાના કર્તવ્યના પાલનની પ્રેરણા આપનારી દીક્ષાનું વર્ણન કરો, તેમ જ સાધકોએ