હું હમેશાં હોરર અને Sci Fi સ્ટોરી લખતો આવ્યો છું પરંતુ આ વખતે તહેવાર અને સંસ્કૃતિ પર લખવાની પ્રેરણા મારી સાથે બનેલા એક પ્રસંગે આપી. મારા એક ઓળખીતાને ત્યાં લગ્ન હતા, જ્યાં હું આગલે દિવસે દાંડિયારાસ ના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલ, નામ માત્ર દાંડિયારાસ હતું બાકી ગીતો બોલીવુડ ના વાગી રહ્યા હતા, પૂરો કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો પરંતુ એક પણ ગરબા ગીત વાગ્યું નહીં. એક કોલેજમાં નવરાત્રિ પર "ગરબા નાઈટ" નામથી દાંડિયારાસનો કાર્યક્રમ હતો જેમાં ગરબા તો દૂર, "બીડી જલા દે જીગર સે" એવા અર્ધઅશ્લીલ ગીતો વાગી રહ્યા હતા અને સામે માતાજીની મૂર્તિ બેસાડી હતી. આ સામાન્ય ઉદાહરણો હતા અત્યારના