કાવ્ય સંગ્રહ. - 4

  • 912
  • 286

ચૂંટીને ફૂલો સૌ કુમળાં માળી બની બેઠા છે,ન્યાયની પુકાર દલીલબાજી ટાળી બેઠા છે.કરે અવનવા અખતરા , ખતરા પેદા કરે ,સૌ કોઈ બગલાઓને હંસ જેવા ભાળી બેઠા છે.ઉલટા સુલટા ચશ્મા પહેરી દુનિયા જોતા,માણસો જ માણસાઈ ખોઈ જાળી બની બેઠા છે .તન મન ધન જાણે ખુલ્લે આમ વહેંચીને ,જાતને ધોળા દિવસે જ કરી કાળી બેઠા છે.મીણના માણસો મીણબત્તી લઈ નગરમાં,સ્વયં જાત સાથેની વફાદારી ટાળી બેઠા છે.-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.'રાહગીર'.અક્કલ છે ઓછી ને અક્કડ છે વધારે ,સમજણ વિનાની સત્તા મળે તો કેવું ધારે ?આમ રોજ રોજ ક્યાં સુધી રહેવાનું સહારે,ઉતરો મેદાને એ જ આવશે તમારી વ્હારે .ડૂબતાને તણખલું આપે મજાથી એ તારે ,ચકલાંને ચણ