ભીતરમન - 38

એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવાને બદલે હાથમાં વાગી હતી. બીજી ગોળી મને ખંભા પર લાગી હતી. હું અને સલીમ સહી સલામત અમારી ગાડીમાં બેસી ત્યાંથી ફટાફટ ફરાર થઈ ગયા હતા. પોલીસ અમને શોધતી પહોંચે એ પહેલા અમે મુંબઈની બહાર નીકળી ગયા હતા. મારા હાથમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. લોહી પણ ખૂબ નીકળી રહ્યું હતું. મારા શર્ટને હાથ પર બાંધી રાખ્યું હતું. ગોળી શરીરમાં હોવાથી કોઈપણ દવાખાને સારવાર લઈ શકાય એવી શક્યતા નહોતી. કારણકે એમ કરવાથી તરત પોલીસ કેસ થતા તપાસ શરૂ થાય., અને પોલીસ જો તપાસ હાથમાં લે તો બધું જ બેચરાઈ જાય!