દેવરા

દેવરા- રાકેશ ઠક્કર        જુનિયર NTR ની ‘દેવરા: પાર્ટ 1’ (2024) નો અંત ‘કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા?’ જેવું રહસ્ય બીજા ભાગ માટે છોડી ગયો છે પણ ‘બાહુબલી’ ની તોલે આવે એવી ફિલ્મ બની શકી નથી. બંને ફિલ્મોની વાર્તા અલગ છે છતાં સરખામણી ઘણી બાબતે થઈ રહી છે. એક સારી વાત એ છે કે સાલાર, ઇન્ડિયન 2 કે ‘કલ્કિ AD 2898’ ની જેમ ‘દેવરા’ નો અંત અધૂરો લાગતો નથી. દક્ષિણની ફિલ્મો બીજા ભાગ માટે પહેલા ભાગમાં માહોલ બનાવતી રહે છે. નિર્દેશક કોરતાલા શિવાએ ‘દેવરા’ માં વાર્તાનો પહેલો ભાગ સંપૂર્ણ આપ્યા પછી બીજા ભાગ માટે ઉત્સુકતા ઊભી કરી છે.          ડબ ફિલ્મોથી હિન્દી દર્શકોમાં જુનિયરે પોતાનું નામ બનાવ્યું છે. એનું કારણ એ છે કે