ડાયરી સીઝન - 3 - જિંદગીના ટોપર

  • 1k
  • 390

શીર્ષક : જિંદગીના ટોપર   ©લેખક : કમલેશ જોષી“આપણે ત્યાં મોટી મોટી ‘એકેડેમિક પરીક્ષાઓ’ કે ‘ઇમ્તિહાન લેતી જિંદગીની પરીક્ષાઓ’ માં ટોપર આવનારાઓની યાદીમાં અમીર કરતા ગરીબ વિદ્યાર્થીઓ કેમ વધુ હોય છે ખબર છે?” અમારા સોશ્યલ ઓબ્ઝર્વર મિત્રે, જાણે આગ લગાડવા માટે બાકસમાંથી દીવાસળી બહાર કાઢી હોય એમ, પ્રશ્ન પૂછી અમારી સૌની સામે જોયું. એના પ્રશ્નોના જવાબો ધારીએ એટલા સીધા અને સહેલા નથી હોતા એ હવે અમને ખબર પડી ગઈ હતી એટલે અમે સૌએ ‘એની પાસેથી જ જવાબ સાંભળવા’ નકારમાં માથું ધુણાવતા જીજ્ઞાસા ભરી આંખો એની સામે ટેકવી. જાણે શબ્દ ગોઠવતો હોય એમ એક-એક શબ્દ છૂટ્ટો પાડી એ ધીમા સ્વરે બોલ્યો, “કેમ