ભીતરમન - 35

  • 1.3k
  • 1
  • 826

આજની આખી રાત હું શાંતિથી ઊંઘી શક્યો નહીં. વેજાએ મા સાથે કરેલ અયોગ્ય વ્યવહાર ઘડી ઘડી મારી નજર સમક્ષ આવી જતો હતો. મા ઘણા સમયથી માનસિક રીતે પરેશાન હતી છતાં પણ એણે જરાપણ પોતાના ચહેરા પર એની સહેજ પણ અસર દેખાડી નહોતી. હું સહેજ પણ દુઃખી હોઉં મા તરત મારી ચિંતા જાણી લેતી હતી, મા કરતા મારી લાગણીમાં મને ઉણપ દેખાય હતી. ખરેખર! દુનિયામાં માથી વિશેષ લાગણી કોઈ હોઈ શકે નહીં. હું અનેક વિચારોમાં આખી રાત પડખા જ ફરતો રહ્યો હતો.આજની સવાર અનેક આશાઓ સાથે સૂર્યના સ્વાગત માટે તૈયાર હતી. પંખીઓનો કલરવ રાતભરની અશાંતિને ખંખેરી કર્ણપ્રિય સંગીત બની મનમાં શાંતિના