ભીતરમન - 34

  • 1.1k
  • 1
  • 620

મને બાપુ સાથે અણબનાવ હતો જ, પણ એવું હું જરા પણ ઇચ્છતો નહતો કે, બાપુ આ દુનિયામાંથી જતા રહે કારણ કે, મારી મા બાપુ સિવાયનું જીવન કલ્પી શકે એમ જ નહોતું. હું અને બાપુ માના જીવન જીવવાનો આધાર હતા. અમારા બંનેમાંથી એકની પણ ગેરહાજરી હોય એટલે માં ખૂબ જ ચિંતિત રહેતી હતી. અને હું માને બિલકુલ દુઃખી જોઈ શકતો નહીં. માનો હસતો ચહેરો એ જ મારી સર્વ શ્રેષ્ઠ ખુશી હતી. આથી બાપુની આમ અચાનક અમારા જીવનમાંથી વિદાય થવાથી એકાએક બધું જ ઠપ થઈ ગયું હતું. એક વસવસો આજીવન મને પણ રહી જવાનો હતો કે હું જીવનભર બાપુના સ્નેહ માટે તડપતો